સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘની પત્રકાર પરિષદ
કામદારોના કામના 8 કલાકથી વધારે 12 કલાક કરાયા
શ્રમિકોના પ્રશ્નો બાબતે એક વિશાળ આકોશ રેલીનું આયોજન
સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વવિધ ઉદ્યોગોના કામદારોના પ્રશ્નો સાથે કામદારોના કામના 8 કલાકથી વધારે 12 કલાક કરાયા હોય તેના વિરોધમાં પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી.
ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું કે સરકારને શ્રમિકોના પ્રશ્નો બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે તેમ છતાં સરકાર તરફથી કામદારોના પ્રશ્નો બાબતે કોઈપણ પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી. તો સાથે હાલમાં જ સરકાર દ્વારા શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરાયો છે. 8 કલાકની જગ્યાએ હવે 12 કલાક કરાયા હોય જેથી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આવનાર 30 નવેમ્બર 2025 ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિકોના પ્રશ્નો બાબતે એક વિશાળ આકોશ રેલીનું આયોજન કરનાર છે. જેમાં આખા ગુજરાતમાંથી એક લાખથી વધુ શ્રમિકો જોડાનાર છે તો સુરત જિલ્લામાંથી 4000થી વધુ કામદારો આ શ્રમિક આક્રોશ રેલીમાં જશે. અને સરકારને પોતાની રજુઆત કરશે તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.
