સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
સાંઈ પોઈન્ટ પાસે ચાની દુકાન પાસે અસામાજિક તત્વોનો આતંક
10 જેટલા અસામાજિક તત્વોએ એક યુવાન પર હુમલો કર્યો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઈન્ટ પાસે ચાની દુકાન પાસે આઠ થી દસ જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને એક યુવાન પર હુમલો કર્યો હતો.
સુરતમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ડિંડોલી પોલીસ મથકની હદમાં સાંઈ પોઈન્ટ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઈન્ટ પાસે કેટલાક અસામાજિક તત્વોએ ભેગા મળી એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલા 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને લઈ હાલ તો ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
