સિક્યોરીટી એજન્સીના માલિકનું ગળું કાપી બીજા દિવસે બે ટુકડા કર્યા
મકાન ભાડે રાખી હત્યાનો પ્લાન ઘડ્યો
પોલીસ પકડે તો છોડાવવા માટે બેંકમાંથી રૂપિયા બે લાખની લોન લીધી
સિક્યુરીટી એજન્સી ચલાવનરની હત્યા કરી લાશના બે ટુકડા કરી ભાગી છુટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. જો કે આરોપીઓએ કયા કારણોસર સિક્યુરીટી એજન્સીના માલિકની હત્યા કરી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ચંદ્રભાન દુબેની હત્યાનો મામલે હજી સુધી હત્યા પાછળનું કારણ કબંધ છે પરંતુ હત્યા કરવા માટે 15 દિવસ પહેલાથી તૈયારી કરવામાં આવી હતી. તે ઉપરાંત હત્યા માટે સ્પેશિયલ રૂમ પણ ભાડે રાખવામાં આવ્યો હતો. 12 મેના રોજ મૃતક ચંદ્રભાન દુબેને આરોપી ઓટો રિક્ષાચાલક રાસીદ અન્સારીએ ભેસ્તાનના પોતાના નિવાસ્થાને લઈ ગયો હતો. જ્યાં આરોપીએ પોતાના નિવાસ્થાનની સામે જ હત્યા માટે આઠ દિવસ પહેલા રૂમ ભાડી લીધો હતો. આરોપીએ મૃતક ચંદ્રભાન દુબેને રૂમમાં લઈ ગયા 10 મિનિટમાં જ હત્યા કરી હતી. જ્યાં પહેલા મનસુર અન્સારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો. ત્યારબાદ આરોપી રાસીદ અન્સારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો જેથી મૃતક ચંદ્રભાન દુબે બેભાન થઈ ગયા હતા અને તેજ અવસ્થામાં તેમને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું કોઈતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો ઓફિસે આવી ગયો હતો. જ્યાં બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રયાન દુબેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસ્થાને આવી મન્સુર અન્સારી સાથે મળી ચંદ્રભાન દુબેના શરરના બે ટુકડા કર્યા હતાં. જે પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લિંબાયત મીઠી ખાડીમાં ફેંકી આવ્યો હતો. બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. તે ઉપરાંત મૃતકના બંને મોબાઈલ લઈ આરોપી પોતાના વતન બિહાર જગદીશપુર જતો રહ્યો હતો જ્યાં એક મોબાઈલ ઓફ કર્યો અને બીજા મોબાઈલ ઉપરથી જ રૂપિયા ત્રણ કરોડની ખંડણી માંગી હતી. અને 10 લાખ રૂપિયા ગુગલ પે કરો તેવા વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો. પોલીસ પકડે તો છોડાવવા માટે આરોપીએ કોટક બેંકમાંથી રૂપિયા બે લાખની લોન લીધી હતી. તે ઉપરાંત ચંદ્રભાન દુબે પાસેથી મળી આવેલા રૂપિયા 40 હજાર આરોપીએ તેની પત્નીને આપ્યા હતાં. હાલ સમગ્ર મામલે મોતનું પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.