ભાવનગરમાં યુવા મતદારોની સંખ્યા ખુબજ ઓછી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં યુવા મતદારોની સંખ્યા ખુબજ ઓછી
પ્રથમ બે કલાકમાં વૃધ્ધ મતદારોની સંખ્યામાં ખુબજ વધારે
મંત્રી જીતુ વાઘાણી ઢોલ-નગારાના નાદ સાથે મતદાન કર્યું

ભાવનગરના અમુક મતદાન મથકો ઉપર પ્રથમ બે કલાકમાં વૃધ્ધ મતદારોની સંખ્યામાં ખુબજ વધારે જોવા મળી જ્યારે યુવા મતદારોની સંખ્યા ખુબજ ઓછી જોવા મળી જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પૂર્વ ભાજપના પ્રમુખ રાજીવ પંડયા સહિતનાએ‌ મતદાન કર્યું.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે ભાવનગર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ભાવનગર ખાતે સહપરિવાર અને સોસાયટીના રહીશો સાથે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. નાગરિકોને મતદાન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી તેમના નિવાસસ્થાનથી સોસાયટીના રહીશો સાથે ઢોલ-નગારાના નાદ અને વાજતે-ગાજતે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, મતદાન કર્યું હતું.

મંત્રી જીતુ વાઘાણીએ મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીએ પોતાની આંગળી પર લાગેલી શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, “મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે, લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવીએ” તેમણે ભાવનગરના તમામ નગરજનોને પણ લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી. પ્રથમ વખત મતદાતા નવયુવાનોને પણ લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *