સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલની સભાને લઈને ભાજપનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલની સભાને લઈને ભાજપનું નિવેદન.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાનું નિવેદન.
આપ ગુજરાતમાં ખેડૂતોને ગુમરાહ કરે છે

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેવાના છે. સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલની સભાને લઈને ભાજપનું નિવેદન સામે આવ્યું છે

આગામી 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગર ખાતે યોજાનાર ખેડૂત સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની હાજરીને કરસનદાસ બાપુએ રાજકીય સ્વાર્થથી પ્રેરિત ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે કેજરીવાલને ખેડૂતોની સમસ્યાઓની કોઈ જાણકારી નથી, અને તેઓ ગુજરાતમાં ખેડૂતોના નામે રાજકીય લાભ મેળવવા આવી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે અને કહયું છે AAP ગુજરાતમાં ખેડૂતોને ગુમરાહ કરે છે

કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઇ આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુએ જણાવ્યું કે, જો આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ખેડૂતોની સાચી ચિંતા હોય, તો તેઓએ પંજાબ સરકારના સહયોગથી ગુજરાતના ખેડૂતો માટે નક્કર મદદ જાહેર કરવી જોઈએ. તેમણે ખેડૂતોને “જીવતા જાગતા ભગવાન”નું સ્વરૂપ ગણાવીને કહ્યું કે, જો કોઈ નેતા ખેડૂતોનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરશે, તો તેને કુદરત પણ માફ નહીં કરે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *