ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 3 મોત, મૃત્યુઆંક 12

Featured Video Play Icon
Spread the love

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 3 મોત, મૃત્યુઆંક 12
સુરતમાં સારવાર લઈ રહેલા સંજયસિંહનું મોત
લઠ્ઠાકાંડમાં 6 દિવસની સારવાર બાદ સંજયસિંહનું મોત

ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જેમાં સુરતમાં સારવાર લઈ રહેલા સંજય સિંહ ડોડીયાએ છ દિવસની સારવાર બાદ દમ તોડ્યો છે. આ સાથે ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ભાવનગરના ઝેરી દારૂકાંડની અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં કથિત ઝેરી દારૂનું સેવન કર્યા બાદ સંજય સિંહ ડોડીયાને સારવાર માટે સુરત લાવવામાં આવ્યા હતા. સુરતમાં છેલ્લા છ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન સંજય સિંહ ડોડીયાનું દુઃખદ મોત થયું છે. મહત્વની વાત એ છે કે સંજય સિંહ સુરતમાં જીઆઈએસએફમાં નોકરી કરતા હતા. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડી હતી અને કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે સુરત સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સંજય સિંહના મોત બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છે, ત્યારે લઠ્ઠાકાંડમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ વધુ ઉગ્ર બની રહી છે. તો ભાવનગર લઠ્ઠાકાંડમાં સુરતના સંજયસિંહ સહિત ત્રણના શનિવારે મોત થતા મૃત્યુઆંક 12 થયો હોવાનુ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *