બેગમવાડીની રૂ.10 લાખની ઘરફોડ ચોરીનો મહિધરપુરા પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો
રીઢા ચોર સમીર જમાલ અંસારી ઝડપાયો, ચોરાયેલો મુદ્દામાલ કબજે
સુરતની મહિધરપુરા પોલીસે બેગમવાડી ખાતે થયેલી 10 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે મહિધરપુરા પોલીસ મથકની હદમાં બેગમવાડી ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. મહિધરપુરા પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે સીસીટીવીની તપાસ સાથે બાતીદારોની મદદથી મળેલી બાતમીના આધારે બેગમવાડી ખાતે થયેલ 10 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર સમીર જમાલ અંસારીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ સહિતની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
