તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ વચ્ચે રેસ્ક્યૂ.
એસડીઆરએફની ટીમે ધોડિયાવાડ અને અંતાપુર ગામેથી કર્યું રેસ્ક્યૂ
ફસાયેલા નાગરિકોને બચાવવા માટે તંત્ર તાત્કાલિક હરકતમાં
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. જો કે ધોધમાર વરસાદ અને પૂર જેવા માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. જો કે ધોધમાર વરસાદ અને પૂર જેવા માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અને સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાપીના ડોલવણ તાલુકાના ધોડિયાવાડ અને અંતાપુર ગામે ભારે વરસાદના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. SDRF ના જવાનોએ ભારે જહેમત અને બહાદુરીનું પ્રદર્શન કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 35 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
