નવસારીમાં ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન
77 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘એક પેડ મા કે નામ’ અભિયાન

‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત નવસારી સામાજિક વનીકરણ વિભાગ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 77 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

નવસારીની નારણલાલા કોલેજ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર અશોક ધોરાજીયા અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. મેયર અશોક ધોરાજીયાએ શહેરને વધુ હરિયાળું બનાવવા નાગરિકોને વૃક્ષો વાવવા તેમજ વાવેલા વૃક્ષોનો ઉછેર કરવાની અપીલ કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જનભાગીદારીથી જોડાવા અનુરોધ કર્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. 77મા વન મહોત્સવના અવસરે પર્યાવરણ પ્રત્યે સંવેદના વિકસાવવી, હરિયાળું શહેર નિર્માણ કરવું અને આવનારી પેઢીને સ્વચ્છ તથા શુદ્ધ વાતાવરણ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરનાર પર્યાવરણપ્રેમીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવા સહિત અધિકારીઓ, મહાનુભાવો, શહેરીજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *