સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ સ્થળાંતર

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ સ્થળાંતર
મેટ્રો ટનલ પસાર થનાર હોય ત્યાં સંભવીત નુકસાનીની આશંકા
આગમચેતીના ભાગરૂપે લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા

સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ નીચેથી મેટ્રો ટનલ પસાર થનાર હોય ત્યાં સંભવીત નુકસાનીની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓ દવારા આગમચેતીના ભાગરૂપે લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા હતા તો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિત ત્રણ જવાનોને સ્થળાંતર કરાયા છે.

સુરતના ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા એટલે કે ગડર સાથેના સપોર્ટ ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિને લઈને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. મેટ્રોના કામને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *