રાજકોટના મોરબી જિલ્લામાં હત્યાના ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો
આજીવન કેદની સજા પામેલો અને ફર્લો રજા પરથી ફરાર
સુરત ક્રાઈમ બ્રાન્ચે જાબીર સિદ્દીક પિલુડીયાને ઝડપી પડ્યો
વર્ષ 2020 માં રાજકોટના મોરબી જિલ્લામાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને ફર્લો રજા પરથી ફરાર થયેલા કેદીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય શહેરો અને રાજ્યોમાં ગુનો આચરી સુરતમાં આવી રહેતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કર્યુ હોય ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે પુણા પાટીયા નજીકથી વર્ષ 2020 માં રાજકોટ મોરબી જીલ્લામાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર ફરાર થયેલા આરોપી એવા જાબીર સિદ્દીક પિલુડીયાને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
