અમરેલી સાવરકુંડલા વંડા પોલીસનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
51 હજારની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહીત 4 લોકો ઝડપાયા
અમરેલી સાવરકુંડલા વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર લાંચ લેતા 51 હજારની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહીત 4 લોકો ઝડપાયા
વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદમાં આરોપી વિજયભાઇ મનસુખભાઇ મેરએ ફરિયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલામાં અતુલભાઇ ચૌહાણ મારફતે પ્રથમ ૧,૨૫,૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ. જે લાંચના નાણા સ્વીકારતા પોલીસકર્મી સહીત 4 લોકો સામે ભાવનગર એ.સી.બી.એ લાંચનુ છટકુ ગોઠવી આરોપીઓને સ્થળ ઉપર પકડી પોલીસ કર્મીને વંડા પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં આવેલ
