ભાવનગરના ચોરવડલા ગામે યુવકની હત્યાના આરોપીનું સરઘસ
હાર્દિક પરમારને ઝડપી પોલીસનું કડક રીકન્સ્ટ્રક્શન
ભાવનગરના ચોરવડલા ગામે યુવકના હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી લેવાયો પોલીસનું કડક રીકન્સ્ટ્રક્શન
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે લાલાભાઈ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં એક શખ્સને ઝડપી લીધો છે. સિહોરના ચોરવડલા ગામે લાલાભાઈ ભરવાડ નામના યુવકની થયેલી હત્યામાં પોલીસે હાર્દિક પરમાર નામના શખ્સને ઝડપી લીધો છે. હાર્દિક પરમારને ઝડપી લીધા બાદ સ્થળ ઉપર લઈ જઈને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું..
