ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ₹738 કરોડના 79 વિકાસકાર્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ₹738 કરોડના 79 વિકાસકાર્યો
સરદારનગર ઓડિટોરિયમ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
₹33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું લોકાર્પણ

ભાવનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. સરદારનગર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ રૂપિયા 738 કરોડના 79 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં વિકાસકાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા 738 કરોડના 79 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 621.63 કરોડના ખર્ચે હાથ ધરાયેલા 30 વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ રાજ્યના રૂપિયા 13.19 કરોડના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂપિયા 57.03 કરોડના 46 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરીના રૂપિયા 13.24 કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યો અંગે સંબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *