જાફરાબાદ મરીન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ જવાનો સહિત લોકોએ રક્તદાન કર્યુ
બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોન્ટ કરવા પધાર્યા
અમરેલીના જાફરાબાદ મરીન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, પોલીસ જવાનો સહિત લોકોએ રક્તદાન કર્યુ..
અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પોલીસ સંભારણા અન્વયે જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના. હસ્તે દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યા બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોન્ટ કરવા પધાર્યા હતા જાફરાબાદ ના તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ પોલીસ જવાનો સાથે મહીલા પોલીસ કર્મી દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા મરીન પોલીસ સ્ટેશનના પી આઈ ગોહીલ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા
