ઉધનાના જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળ્યો
માનવ કંકાલ મળતા ઉધના પોલીસ દોડતી થઈ
એપી માર્કેટમાં માનવ કંકાલ મળતા ચકચાર
સુરતના ઉધનામાં આવેલ જર્જરીત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના ઉધના નવસારી મેઈન રોડ ઉપર અંબર કોલોની સામે આવેલા જર્જરીત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. કંકાલ મળી આવવાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી છે અને એફએસએલની ટીમની મદદથી કંકાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ જર્જરીત એપી માર્કેટમાં અગાઉ દુર્ઘટના સર્જાયા બાદ પાલિકા દ્વારા છેલ્લા એકાદ વર્ષથી માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું હતું.
