માંડવીમાં પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું
એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત સંમેલન યોજાયું
ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયું
સંમેલનમાં નાગરિકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
157 માંડવી વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત વક્તા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું.
માંડવી શિક્ષક ભવન ખાતે 157 વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત વક્તા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરિક સંમેલન આજરોજ યોજાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે વન નેશન વન ઇલેક્શન થી પ્રજાને માથે પડતો બોજો પણ ઓછો થશે તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ પ્રસંગો અનુલક્ષી ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે વક્તા તરીકે પધારેલ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય એની કવાયત હાથ ધરી છે જેને અનુસંધાને આજે માંડવી ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં એક સાથે ચૂંટણી થવાથી દેશને કેટલો મોટો ફાયદો થશે જેના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામંત્રી રાજેશભાઈ પટેલ, જીગરભાઈ નાયક, ડો. આશિષભાઈ ઉપાધ્યાય, નગર તથા તાલુકા ભાજપના પ્રમુખો મહામંત્રી ઓ તેમજપ્રબુધ્ધ નાગરિકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….