સુરત : સચીન પોલીસે બે રીક્ષામાંથી લાખોના દારૂ ઝડપ્યો
સચીન પોલીસે દારૂ સાથે પાંચને આરોપીઓને પકડી પાડ્યો
સુરતની સચીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે રીક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકો સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવીઝન દ્વારા આગામી સમયમાં આવી રહેલ મોહર્રમ ના તહેવારને ધ્યાને લઈ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના આપી હોય જેને લઈ સચીન પી.આઈ. પી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠલ પી.એસ.આઈ. એસ.ડી. સિંઘની ટીમના એએસઆઈ ઈન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દશરથ માવજી રજયાએ નવસારી સચીન હાઈવે કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી રિક્ષામાં પસાર થતા બાકરઅલી ઉર્ફે બકરા અંસારી, રહીશ ઉર્ફે ડબ્બુ શેખ, શાહનવાઝ ઉર્ફે બન્ટા શેખ, નફીસ સૈયદ અને હૈદરઅલી અંસારીને ઝડપી પાડી તેઓની બે રીક્ષાઓની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈ પોલીસે રીક્ષા તથા દારૂનો જથ્થો મળી 4 લાખ 10 હજારથી વધુની મત્તા કબ્જે કરી પાંચેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.