સુરત : ખાબોચિયાના પાણીથી શાકભાજી ધોતો ફેરિયો
ગંદા કાદવવાળા પાણીમાં શાકભાજી ધોઈ વેચતો હોય વીડિયો વાઇરલ
આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા
સુરતીઓના આરોગ્ય સાથે ચેંડા કરતો એક શાકભાજી વાળાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં રોડ પર ગંદા પાણીમાં સાકભાજી ધોતો ફેરિયો કેદ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેંતા કરાઈ રહ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારના નામે વાયરલ થયેલા વીડિયો માં દેખાઈ છે કે રોડ પર ગંદા પાણીમાં શાકભાજી ધોતો ફેરિયો નજરે પડ્યો હતો. આ શાકભાજી વેંચતો ફેરીયો ગંદા પાણીમાં શાકભાજી ધોઈ લોકોને વેચે છે. ત્યારે પાંડેસરા ના આવિર્ભાવ સોસાયટી-બ માં રોડ પર ભરાયેલ વરસાદનું ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડિયો વાયરલ થતા હાલ તો મોહલ્લામાં આ પ્રકારની શાકભાજી વેંચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ ફેરીયા સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.