ભાવનગર શહેરના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો
બાઈક સવાર બે યુવાનો આઇસર પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભાવનગર શહેરના ફ્લાય ઓવર બ્રિજ પર એક આઇસર પાછળ બાઈક સવાર બે યુવાનો ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ઇજાગ્ર સંબંધની યુવાનોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડી વિસ્તારમાં રહેતા રુદ્રાક્ષ હર્ષદરાય મહેતા, તથા મિહિર મનીષભાઈ જાની નામના બે યુવાનો બાઈક લઈને પોતાના ઘરેથી કામસબગ શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે દેસાઈનગર વિસ્તારમાં આવેલ ફ્લાય ઓવર બ્રિજ પર આગળ જઈ રહેલ આઇસર પાછળ યુવાનોની બાઈક ધડાકાભેર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને વિપ્ર યુવાનોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. સમગ્ર બનાવવાની જાણ ડી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સમગ્ર બનાવને લઈને ડી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *