ભાવનગર નવાપરામાં ગેરેજ ધારક પર છરી વડે હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર નવાપરામાં ગેરેજ ધારક પર છરી વડે હુમલો
માત્ર 500 રૂપડીને લઈને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આર્થિક મામલે એક ગેરેજ ધારક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મારામારીની ઘટનાનાં લાઇવ વિડિયો કેમેરામાં કેદ થવા પામી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજ ધરાવતા અફઝલ અહેમદ ભાઈ સોલંકી ને આજ વિસ્તારમાં રહેતા વસીમ નામના શખ્સ સાથે રૂપિયા 500 ની લેતીદેતી મામલે મોબાઈલમાં બોલાચાલી થતાં વસીમે અફઝલને નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે તેના કાકાની બેકરીએ મળવા બોલાવ્યો હતો આથી અફઝલ તેના કાકાનાં દિકરાને સાથે લઈને બેકરીએ ગયો હતો એ દરમ્યાન વસીમ અને રફીક આવ્યા હતા અને વસીમે અફઝલને ભૂંડાબોલી ગાળો દઈ હુમલો કર્યો હતો જેમાં રફીક એ અફઝલને ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો જ્યારે વસીમે છરી કાઢી અફઝલના હાથ પર ઘા ઝીંકી દેતા સ્થળપર લોકોનાં ટોળાં એકઠાં થતાં બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત અફઝલને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મારામારી ની ઘટના લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હતી બનાવની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *