સુરતની લિંબાયત પોલીસે ઈમરાન શેખ અને સમીરખાન પઠાણને ઝડપ્યા
મહિલાના હાથમાંથી પર્સ ઝુંટવી ભાગી છૂટ્યા હતા રીઢાઓ
ચોરાયેલ રોકડા રૂપિયા સહિતની મુદ્દામાલ કબ્જે
સુરતની લિંબાયત પોલીસે મહિલાના હાથમાંથી પર્સ ઝુંટવી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અંકિતભાઈ અને અપોકો ચેતનકુમાર તથા હરેશભાઈને મળેલી બાતમીના આધારે મહિલાના હાથમાંથી પર્સ ઝુંટવી ભાગી છુટેલા રીઢાઓ ઈમરાન શેખ અને સમીરખાન પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રોકડા રૂપિયા સહિતની મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
