સુરતના પાંડેસરામાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો રીઢો આરોપી ઝડપાયો
આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે
પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
સુરતની પાંડેસરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પોલીસે રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં ગત 14 ઓક્ટોબરના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હોય જેને લઈ પોલીસ ટીમ તપાસમાં જોડાઈ હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે પાંડેસરામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર મુળ યુપીનો અને હાલ પાંડેસરા બમરોલી રોડ પર રહેતા અમન જીતેન્દ્રસિંહને ઝડપી પાડી તેની પાસેથી 1.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
