સુરતના વરાછામાં એક્સપાયરી કોલ્ડડ્રિંક્સ વેચાતું હોવાની ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછામાં એક્સપાયરી કોલ્ડડ્રિંક્સ વેચાતું હોવાની ફરિયાદ
ઘનશ્યામનગરની શેરી નં.20ની દુકાન સામે આક્ષેપ
‘જય માં ખોડલ’ દુકાનમાંથી એક્સપાયરી કોલ્ડડ્રિંક્સ વેચાતું હોવાનો દાવો

સુરતના વરાછામાં કોલ્ડડ્રિંક્સ ખરીદતા પહેલા સાવધાન થઈ જજો કારણ કે ઘનશ્યામનગરની શેરી નંબર 20માં આવેલી જય માં ખોડલ દુકાનમાંથી એક્સપાયરી ડેટવાળું કોલ્ડડ્રિંક્સ વેચાતું હોવાની ફરિયાદ સામે આવી છે.

સુરતના વરાછા વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં વરાછા ઘનશ્યામ નગર શેરી નંબર 20માં આવેલી જય મા ખોડલ દુકાનમાંથી લેવાયેલુ કોલ્ડ્રિક્સ એક્સપાયરી ડેટવાળુ હતુ. ગ્રાહકે દુકાનદાર દ્વારા એક્સપાયરી ડેટવાળું કોલ્ડડ્રિંક્સ વેચવામાં આવતું હોવાની ફરિયાદ સુરત મહાનગર પાલિકામાં પણ કરી હતી. ફરિયાદ મળતા મનપાની ટીમે આ મામલે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન નિયમભંગ સામે આવતા દુકાનના માલિકને દંડ ફટકારવામાં આવ્યો હતો. કોલ્ડડ્રિંક્સ કે અન્ય પેકેટબંદ ખાદ્યપદાર્થ ખરીદતા પહેલા તેની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *