સુરતમાં ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા
પુણા વિસ્તારમાંથી ડીગ્રી વગરના ચાર બોગસ ડોક્ટરો
ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા પોલીસ કાર્યવાહી
સુરત એલસીબી ઝોન 1 ની ટીમ અને પુણા પોલીસની ટીમે પુણા વિસ્તારમાંથી ડીગ્રી વગરના ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર સહિતનાઓની સુચનાને લઈ ઝોન 1 એલસીબીની ટીમના અહેકો હરીસિંહ અને આનંદભાઈને મળેલી બાતમીના આદારે પુણા પોલીસ સાથે મળી પુણા પોલીસ મથકની હદમાં પુણા ઉમરવાડા ખાતેથી ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો સમરબહાદુર બિન્ગુ પાલ, તેજબહાદુર મીર્જારામ નિશાદ, પ્રશાંત પ્રોમથન માલાકર અને સુબલ સુનિલ ગાચ્છીને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
