સુરતની સલાબતપુરા પોલીસને મળી સફળતા
રીઢા વાહનચોરને પોલીસે ઝડપી પાડ્યો
આરોપી પાસેથી ઘરફોડ ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો
આરોપી પાસેથી ₹90 હજારથી વધુની મત્તા કબજે
સુરતની સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢી રીઢા પાસેથી પોલીસે 90 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી.
સુરતમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓને લઈ સલાબતપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાબતપુરા પોલીસની ટીમે રીઢા ચોર શહેજીલ ઉર્ફે અમઝા મોમીનને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોટર સાઈકલ કબ્જે લઈ પુછપરછ કરતા સલાબતપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી તથા અન્ય બે વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢી પોલીસે તેની પાસેથી 90 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
