રિક્ષામાં ભૂલાયેલી બેગ વરાછા પોલીસે શોધી આપી

Featured Video Play Icon
Spread the love

રિક્ષામાં ભૂલાયેલી બેગ વરાછા પોલીસે શોધી આપી
દંપતીની બેગ ગુમ, વરાછા પોલીસે ગણતરીની કલાકોમાં શોધી
વિઝા મળ્યા બાદ બેગ ભૂલાઈ, પોલીસે પરત અપાવી

વિદેશ જવાના વિઝા મળ્યા બાદ ઘરે પરત ફરી રહેલા દંપતી સાથે રસ્તામાં રિક્ષામાં ભૂલથી બેગ રહી જતા દંપતી નરવશ થઈ ગયા હતા અને તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કરતા વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ દરી બેગ શોધી આપતા દંપતિએ પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાએ એક દંપતિના દિલમાં પોલીસની છબી પ્રજાલક્ષી ઉભી કરી હતી. વાત એમ છે કે વિદેશ જવાના સપના સાથે નીકળેલા દંપતીની બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી. આ બેગમાં મહત્વના સામાન સાથે વિદેશ જવાના વિઝા હોવાથી દંપતીની ચિંતા વધી ગઈ હતી. સમગ્ર મામલાની જાણ થતાં જ વરાછા પોલીસે સમય બગાડ્યા વિના રિક્ષાની શોધખોળ શરૂ કરી હતી. અને વરાછા પોલીસે રસ્તા પરના એક-બે નહીં, પરંતુ આશરે 40 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. અને કેમેરાની કડીઓ જોડતા પોલીસ ગણતરીના સમયમાં જ તે રિક્ષા સુધી પહોંચી ગઈ હતી. અને દંપતીની બેગ સહી સલામત રીતે પરત મળી આવતા વિદેશ જવાની આશાઓ સાથે આવેલા દંપતીએ વરાછા પોલીસનો આભાર વ્યક્ત કરી પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *