સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના
માતા મલેશ્વરી અને નાના દીકરા રાજુની ઘાતકી હત્યા
દુકાનના ભાડા અને મિલકતની વહેંચણીના વિવાદમાં હત્યા થયાનું સામે આવ્યું
હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

સુરતના લીંબાયત વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. સહજાનંદ સોસાયટીમાં માતા મલેશ્વરી અને તેમના નાના દીકરા રાજુની ભાઈએ જ ઘાત્કી હત્યા કરી હતી. દુકાનના ભાડાના ને મિલ્કત વહેંચણીને લઈ પરિવારમાં ચાલતો વિવાદ હત્યામાં પરિણામ્યો હતો. બનાવને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો પોલીસે હત્યારા પુત્રને ઝડપી પાડ્યો હતો.

સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં પારિવારિક મિલકતના વિવાદમાં બે લોકોની હત્યા થયાની ઘટના બની હતી. મૃતકોમાં માતા મલેશ્વરી અને તેમનો નાનો દીકરો રાજુ હતા. પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મલેશ્વરીબેનના નામે ત્રણ દુકાનો છે, જેમાંથી દર મહિને આશરે 60 હજાર રૂપિયાનું ભાડું આવતું હતું. આ ભાડાની રકમ અને મિલકતની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવાના મુદ્દે પરિવારમાં વિવાદ ચાલતો હતો. ત્યારે ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે રવિવારે સવારે આશરે 7:30 વાગ્યે મોટા દીકરા શ્રીનિવાસે માતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં બંનેનાં મોત થયાં હતાં. એક જ પરિવારના બે સભ્યોની હત્યાની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે લિંબાયત પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હત્યારા પુત્ર શ્રીનિવાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *