અમરેલી વડિયાના ઢુંઢીયા પીપરિયા ગામે એસપી સંજય ખરાતે મુલાકાત લીધી
ગામના સરપંચનું સન્માન કરવામાં આવ્યું
સીસીટીવીની નિયમિત જાળવણી અને નજર રાખવા જરૂરી સૂચનો આપ્યા
અમરેલી જિલ્લાના વડિયાના ઢુંઢીયા પીપરિયા ગામે જિલ્લા પોલીસ અધીક્ષક સંજય ખરાતે મુલાકાત લીધી ગામના સરપંચનું સન્માન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા ગામ વિસ્તારમાં લોકની સુરક્ષાને ધ્યાનમાં રાખી સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા જેનુ નિરીક્ષણ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ગામે પહોંચી સ્થળ પર જઈને તેમણે કેમેરાની કામગીરી ચકાસણી કરી ગામના સરપંચશ્રીને સી.સી.ટીવીની નિયમિત જાળવણી અને સતત નજર રાખવા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા
ગામમાં સી.સી.ટીવી કેમેરાથી હવે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહાય થશે. ગામમાં બનતી નાની મોટી ઘટનાઓ પર પોલીસને સરળતાથી નજર રાખવામાં મદદ મળશે. જોકે થોડા સમય પહેલાં ઢુંઢીયા પીપરિયા ગામે એક દંપતી હત્યા બનાવ બન્યો જેને પગલે ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો….અશોક મણવર અમરેલી
