જૂનાગઢના બિલખા ગામે પાંચ જેટલા રખડતા શ્વાને બાળક પર કર્યો હુમલો,

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢના બિલખા ગામે પાંચ જેટલા રખડતા શ્વાને બાળક પર કર્યો હુમલો,
બાળકને પગના ભાગે બાળકને પહોંચી ઈજા
રખડતા શ્વાનના હુમલાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

જૂનાગઢના બિલખા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા રખડતા શ્વાને બાળક પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે, છ વર્ષના બાળક પર હુમલો કરતા બાળક ઈજાગ્રસ્ત થયો છે, રખડતા શ્વાનના હુમલાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

જૂનાગઢના બિલખા ગામમાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા શ્વાનનો બાળક પર હુમલો થતા બાળક ડરી ગયો છે અને છ વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા છે, ઈજાગ્રસ્ત બાળકને બિલખા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ છે અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગામમાં રખડતાં શ્વાન પર નિયંત્રણ લાવવા પરિવારની માગ છે અને સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનને કારણે ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે, ત્યારે પાલિકા આ રખડતા શ્વાનને પકડે તેવી માગ ઉઠી છે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *