માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ
27 દિવસ સ્થાનિક પોલીસે ‘ડાયરા’ કર્યા અને એસઆઈટીએ પોલ ખોલી
જય કોળી સમાજના નારા સાથે આતશબાજી કરી

બગદાણામાં સરપંચ નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસમાં માયા આહિરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગર બગદાણામાં 27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે SIT એ સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને જયરાજ હાજર થયો હતો. SIT દ્વારા સતત બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જયરાજ આહીરની ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોળી સમાજના લોકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી અને સત્યના વિજયના નારા લગાવ્યા હતા. રેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

તમામ પુરાવાને ધ્યાને લઈ આજે સવારથી SITની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયાને માર મારવા મામલે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ચકચારી કેસમાં 5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુન:રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે SITને વધુ આરોપીની સંડોવણી હોવાના પુરાવાઓ મળ્યા હતા. જે બાદ SITએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *