સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા

Featured Video Play Icon
Spread the love

સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા
બે હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા
મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું

સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આ હત્યા પ્રેમિકાને જોવા માટે કરાઈ હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે એમ કહેતા હત્યા કરાઈ હતી. ગગન દાસના નામના યુવાનની ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાન નામના હત્યારાઓ હત્યા કરી હોય પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતાં. અને પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યારે હત્યારા આરોપીઓ તેની ગર્લફ્રેન્ડને તાકીને જોઈ રહ્યા હતા ત્યારે મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું અને બીજા દિવસે આરોપીઓએ ગગન દાસને આંતરી ઉપરા છાપરી ચપ્પુ ના ઘા મારી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *