સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ
બે જૂથ વચ્ચે અગાઉની અદાવતમાં થઈ બબાલ
પોલીસે બન્ને પક્ષે સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. મોડી રાત્રે બબાલ થયા બાદ આજે ફરી સામ-સામે પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામ-સામે ગુનો નોંધ્યો છે. એક વર્ષ જૂની અદાવતને લઈ આ બબાલ થઈ હતી. પોલીસે 30 જેટલા શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે. સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થવાને લઈ લડાઈ ચાલતી હતી. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ હોય તેને લઈ મનદુખ થયું છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ આવે છે. બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. ગામમાં પોલીસ દ્વારા કોમ્બીંગ ચાલુ છે. ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે.
સાણંદના કલાણા ગામમાં બે જૂથના યુવાનો વચ્ચે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. એક જૂથના યુવકે અન્ય જૂથના યુવકોને ‘સામુ કેમ જુવે છે’ કહી માથાકૂટ કરી અને બાદમાં બંને જૂથના લોકો ભેગા થઈ ગયા હતા અને મારામારી થઈ હતી. હાલમાં તો પોલીસે બંને પક્ષના લોકો સામે ફરિયાદ નોંધી હતી. કલાણા ગામમાં આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી. બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થતા અલગ-અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી છે અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસવડા ઓમ પ્રકાશ જાટ પર કલાણા પહોંચ્યા હતા. ગામમાં પોલીસની અનેક ટીમો ઉતારવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
