સુરતના કતારગામ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
ચકચારી હત્યાનો ચોક બજાર પોલીસે ભેદ ઉકેલ્યો
ડેનીયો ઘોઘારી, ભગી મકવાણા અને સુરેશ ઉર્ફે એસકેની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર એકના ગેટ પાસે થયેલી ચકચારી હત્યાનો ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી ત્રણ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં કતારગામના પ્રભુનગર-01ના ગેટ પાસે 16 ઓગસ્ટની રાત્રે કલ્પેશ જીવણભાઈ પારઘી જાહેરમાં બેઠો હતો તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા ત્રણ હુમલાખોરોએ કલ્પેશ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. કમર, પગ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે ચોકબજાર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા સાથે બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. ચોક બજાર પોલીસની તપાસમાં આશરે 32 જેટલા ગુનાહિત આરોપીઓની તપાસ કરવામાં આવી હતી.

મળેલી બાતમીના આધારે ત્રણેય હત્યારા આરોપીઓ ડેનીશ ઉર્ફે ડેનીયો ઘોઘારી, ભગીરથ ઉર્ફે ભગી મકવાણા અને સુરેશ ઉર્ફે એસકેની ધરપકડ કરાઈ હતી. તો આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલો છરો અને મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. તો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક કલ્પેશ પારઘી અને આરોપી ડેનીશ ઉર્ફે ડેનીયો ઘોઘારી વચ્ચે અગાઉ ગાળાગાળી અને ઝઘડો થયો હતો. આ અદાવત રાખીને ડેનીશે સહઆરોપીઓ સાથે મળી કલ્પેશ પર છરીના ઘા મારી હત્યા કરી હોવાનું જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *