અકસ્માત મોતના બનાવમાં હત્યાનો ગુનો નોંધાયો
સચીન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
હત્યાના આરોપી મંગલુને પોલીસે ઝડપી પાડ્યો
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ
અકસ્માત મોત પરથી હત્યાનો ગુનો નોંધી સચીન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મંગલુને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં શરૂઆતમાં અકસ્માત મોત જણાતી ઘટનામાં હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સચીન શિવનગર રોડ પર ચીંદીના ગોડાઉન નજીક ફૂટપાથ પર રહેતા શિવકુમાર રામસ્વરૂપ યાદવ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના માથાના ભાગે ગંભીર ઈજા હતી અને નજીકમાં લોહીના ડાઘવાળો સિમેન્ટ-કોંક્રિટનો થાંભલો મળી આવ્યો હતો. ફોરેન્સિક તબીબોના અભિપ્રાય અને પોલીસ તપાસ બાદ આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઈ સચીન જીઆઈડીસી પોલીસ તપાસમાં જોડાઈ હતી અને ઘટના સ્થળના 100થી વધુ સીસીટીવી કેમેરા તપાસવાની સાથે 300 લોકોની પુછપરછ કર્યા બાદ સચીન જીઆઈડીસી પોલીસે હત્યારા મંગલુ ઉર્ફે મંગલપ્રસાદ ઉર્ફે પંડિત રામકરન અવસ્થીને ઝડપી પાડ્યો હતો. તો પોલીસના તપાસમાં સામે આવ્યુ હતું કે રાજશ્રી ગુટખાની પડીકીના રૂપિયાને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હતી. હાલ હત્યારાને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
