સુરત પાંડેસરાના ડુંડી ગામના ઓપન પ્લોટમાં આગ
પાર્ક રીક્ષા પણ આગની ચપેટમાં આવી ગઈ
આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરાના ડુંડી ગામના ઓપન પ્લોટમાં આગ લાગતા ત્યાં પાર્ક રીક્ષા પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. તો આગની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ કાબુ મેળવ્યો હતો.
સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરાના ડુંડી ગામના ઓપન પ્લોટમાં આગની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. રાત્રીનાસ મયે લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો આગમાં ત્યાં પાર્ક રીક્ષા આવી જતી રિક્ષા બળી ગઈ હતી. બીજી તરફ આગની જાણ થતા ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
