સુરતના લિંબાયત વિસ્તારમાં બાળક ચોર
નાના બાળકો દ્વારા ફોર્મ પેપરની ચોરી
સુરતના લિંબાયત વિસ્તારમાં નાના બાળકો દ્વારા ફોર્મ પેપરની ચોરી કરાઈ હોવાની ઘટના સીસીટીવમાં કેદ થઈ છે.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે. લિંબાયત ખાતે આવેલ ગોવિંદ નગરમાં ચોરોનો આતંક સામે આવ્યો હતો. નાના બાળકો દ્વારા ફોર્મ પેપરની ચોરી કરાતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ હાલ તો આ મામલે પોલીસે સીસીટીવીની મદદથી નાના બાળ ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
