સુરતમાં નાયબ કાર્યપાલક ઈજનેરે લાંચ લેતા રંગેહાથ ઝપાયા
ડિમોલીશનની પરવનગી માટે 50 હજારની લાંચની માંગણી કરી હતી
એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભાટપોર ખાતે આવેલ જીઆઈડીસીની રીઝનલ ઓફિસમાં 50 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેરને ઝડપી પાડ્યો હતો.
સુરતના ભાટપોર જીઆઈડીસીમાં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય જે જીઆઈડીસીના જુના બનેલા શેડનુ ડિમોલીશન કરવાનુ હોય જેને લઈ પરવાનગી માટે ફરિયાદી જીઆઈડીસીની રીઝનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઈજનેર પરિમલ ખંડુભાઈ પટેલ પાસે ગયા હતા જ્યાં તેઓએ ડિમોલીશનની પરવનગી આપવા માટે લાંચ પેટે 50 હજારની લાંચની માંગણી કરી હતી જેને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ નાયબ કાર્યપાલક ઈજનેરને તેમની ઓફિસમાં જ 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
