સુરતના સચિન જીઆઈડીસીમાં ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતિય ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના સચિન જીઆઈડીસીમાં ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતિય ઝડપાયા
સચિન જીઆઈડીસી પોલીસની કાર્યવાહી, ગાંજાના જથ્થા સાથે લાખોની મત્તા જપ્ત
સુરતમાં નશાના કારોબાર પર પોલીસનો સપાટો, બે આરોપીઓ ઝડપાયા

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતિયોને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ હાલ તહેવારો સમયે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને તેજ કરી રહી છે ત્યારે સુરતમાં પ્રવેશતા માર્ગો પરથી શહેરમાં નશાનો કાળોકારોબાર ન થાય તે માટે સચીન જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારેસચીન જીઆઈડીસી રોડ નંબર આઈ10 પાસેથી ગોલુ ચંદ્રશેખર રાય અને આકાશકુમાર રામચંદ્ર સાહ ને ઝડપી પાડી તેઓ પાસેથી 2 લાખથી દુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા અન્ય મત્તા મળી 2 લાખ 48 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *