સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાંથી દાગીના ચોરી
દાગીના બનાવવાના કારખાનામાંથી 21 લાખથી સોનુ ચોરી
ચોરી કરી ભાગી છુટેલો કારીગર સીસીટીવીમાં કેદ
પોલીસે ભાગી છુટેલા ચોરને પકડી પાડ્યો
લાલગેટ પોલીસ મથકની હદમાં દાગીના બનાવવાના કારખાનામાંથી 21 લાખથી સોનુ ચોરી કરી ભાગી છુટેલો કારીગર સીસીટીવીમાં કેદ થતા પોલીસ સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી લાખોનુ સોનુ ચોરી કરી ભાગી છુટેલા મુળ પશ્ચિમ બંગાળના કારીગરને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં થી લાખોનુ સોનુ ચોરાયાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત એમ છે કે સુરતના લાલગેટ પોલીસ મથકમાં ગત 15 મેના રોજ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે તેઓના કારખાનામાંથી કારીગર સોનુ લઈ ગયો છે જે માહિતીના આધારે તાત્કાલિક લાલગેટ પોલીસે સ્થળે દોડી જઈ ફરિયાદી હસન અલી હૈદર અલી શેખની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી અને પુછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓના કારખાનામાં 10 કારીગરો કામ કરે છે અને તેમાંથી એક કારીગર મુળ પશ્ચિમ બંગાળના વેસ્ટ મેદનાપુરનો સુભાશીષ ભરત હુતૈત દાગીના બનાવવા આવેલ 21 લાખની કિંમતનું સોનુ લઈ ભાગી છુટ્યો હતો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. જે માહિતીના આધારે લાલગેટ પી.આઈ. એન.એમ. ચૌધરી તથા પી.આઈ. આર.એમ. ઠાકોરની સુચના અને માર્ગદર્શન હેઠલ પી.એસ.આઈ. આર.એન. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપીને ટ્રેક કરવા 70 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે હ્યુમન સોર્સીસ પણ તપાસ્યા હતા જેમાં આરોપી વિરાર મુંબઈ ખાતે એક હોટલમાં રોકાયેલ હોવાની માહિતી મળતા લાલગેટ પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ તો