દાહોદમા મનરેગા યોજના કૌભાંડનો મામલો
પોલીસે ફરાર મંત્રી પુત્ર સહીત 3ને ઝડપી પાડયા
મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ
વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો
દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઇવે પરથી પકડી પાડ્યો હતો.
દાહોદમાં મનરેગા યોજના કૌભાંડ બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત 3 ને ઝડપી પાડ્યા છે. મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરાઈ છે. કીરણ ખાબડ, દેવગઢબારીઆ ના APO દિલિપ ચૌહાણ, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરાઈ છે દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે મંત્રી બચુભાઈ ખાબડના બીજા દીકરા કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બળવંત ખાબડની ધરપકડ થઈ હતી. તેના બાદ હવે કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત ત્રણને ઝડપી પાડયા છે. અહેવાલ – સુરેશ કાપડિયા