માંડવીમાં ભાજપ દ્વારા નવ નિયુક્ત પદાધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં ભાજપ દ્વારા નવ નિયુક્ત પદાધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો.
સ્નેહમિલન સમારંભ ભાર્ગવ સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો
સમારંભમાં હોદ્દેદારો, બુથપ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પદાધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો.

માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પદઅધિકારીઓનો સ્નેહમિલન સમારોહ માંડવી નગરમાં ભાર્ગવ સમાજની વાડી ખાતે સાંજે 7.00 યોજવામાં આવ્યો. જેમાં સ્વાગત પ્રવચન માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે કર્યું હતું અને સૌને આવકાર્યા હતા. જેમાં લોકલાડીલા સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ સુરત જિલ્લા ભાજપના જિલ્લા મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય, જિલ્લાના ઉપપ્રમુખ તથા માંડવી નગરના પ્રભારી એવા અજીતસિંહ સૂરમાજી, પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી ઉપસ્થિત રહી તમામ નવનિયુક્ત થયેલ માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના તમામહોદ્દેદારો તથા જિલ્લા સાથે સંકલન કરી ચાર શક્તિ કેન્દ્ર ના સંયોજકો ની નિમણૂક કરવામાં આવી હતી તેઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાઅને સંગઠનામકત વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું .આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા, દંડક રંજનાબેન મરાઠે ગામના વડીલ મુરબ્બી એવા નલિનભાઈ શાહ તથા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો બુથપ્રમુખો પૂર્વ સંગઠનના પ્રમુખો તથા મહામંત્રીઓ તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *