માંડવી ભવ્ય લોક ડાયરાનું આયોજન
ડાયરામાં હોદેદારો અને અનેક મહાનુભાવો હાજર રહ્યા
વન સ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોના અભ્યાસ ના લાભાર્થે ભવ્ય લોક ડાયરા નું આયોજન.
ONE STEP FOR HELP FOUNDATION દ્વારા આયોજિત અનાથ બાળકો ના અભ્યાસ ના લાભાર્થ ભવ્ય લોક ડાયરા નું આયોજ સુપડી ચાર રસ્તા માંડવી ખાતે કરવા માં આવેલ હતું જેમાં અતિથિ તરીકે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતેશ ભાઈ રાવળ તથા નગર પાલિકા ના હોદેદાર શ્રી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સારંગપુર ના ઉપાસક આર્યન ભગત અને કલાકાર અને સંગીત વૃંદ દ્વારા ખૂબ જ સુંદર ભજનો દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકોને ડોલાવી મૂક્યા હતા અને માંડવી નગર સંગીત સંધ્યા થી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમના આયોજક સતત સેવાકીય કાર્યકર્તા હર્ષિલ રામપરિયા ફાઉન્ડેશન ના પ્રમુખ અને સાથી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું…..