સુરતમાં રાંધણ ગેસના બોટલો માંથી ગેસ રીફલીંગ
ઈચ્છાપોર પોલીસે બે આરોપીઓને ઝડપ્યા
આવશ્યક ચીજ વસ્તુ અધીનીયમ ધારા મુજબ બે ઈસમોને ઘરેલુ વપરાશના રાંધણ ગેસના બોટલો માંથી ગેસ રીફલીંગ કરતા ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં ગેરકાયદે ગેસ રિફલિંગનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે ત્યારે આવી બેજવાબદારી ભરી કામગીરી કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશન ઝન છ તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવીઝનની સુચના મુજબ ઈચ્છાપોરના પી.આઈ। એ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.પી. જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનદિપસિંહ જયેન્દ્રસિંહ અને સહદેવસિંહ ગંભીરસિંહએ બાતમીના આધારે ગેરકાયદે રીતે ઘરેલુ ગેસના બોટલોમાંથી ગેરકાયદે ગેસ રિફલિંગ કરનાર બે જેમાં ભેરૂલાલ શંકરજી ખટીક અને બીરદારામ હરભજરામ બિશ્નોયને ઝડપી પાડ્યા હતા અને તેઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.