સુરતમાં ચોરી ની ઘટના યથાવત
કાપોદ્રા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો
પોલીસે રીઢા ચોરને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો
સુરતમાં વકરી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસે ઈ.એફ.આઈ.આર. અંતર્ઘત દાખલ થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢા વાહન ચોરને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવીઝન દ્વારા શહેરમાં વધી રહેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હોય જેને લઈ કાપોદ્રા પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ઔસુરા તથા સેકન્ડ પી.આઈ. એમ.આર. સોલંકી અને સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એમ.બી. વાઘેલા દ્વારા વાહન ચોરીની ઘટનાઓમાં વાહન ચોરોને ઝડપી પાડવા ચોરાયેલા વાહનો કબ્જે કરવા અપાયેલા આદેશને લઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા જય શૈલેષભાઈનાઓએ કાપોદ્રા વિસ્તારમાં ગાયત્રી ત્રણ રસ્તા પાસેથી ચોરીના બાઈક સાથે રીઢા વાહન ચોર એવા મુળ જુનાગઢનો અને હાલ પુણાગામ ખાતે રહેતા કલ્પેશ વેકરીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલી બાઈકની તપાસ કરતા ઈ.એફ.આઈ.આર.માં નોંધાયેલી બાઈક હોવાનુ સામે આવ્યુ હતું. હાલ તો કાપોદ્રા પોલીસે રીઢાની વધુ પુછપરછ હાથ ધરી છે.