ચોરી કરવા સ્પેશિયલ યુપી થી સુરત આવતા
બાઇકચોરી, ચેન-સ્નેચિંગ કરી ટ્રેનથી યુપી ભાગી ગયા હતા,
પોલીસે પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ગુનેગારને ઝડપ્યા
યુપીથી સુરતમાં આવી વાહન ચોરી કરી મહિલાઓ તથા પુપરૂષોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચેઈન સ્નેચરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુપીના પ્રયાગરાજ ખાતેથી ઝડપી પાડ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત 19 એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધ રમણભાઈ પટેલ પોતાની બાઈક પર લસકાણા ભાદાગામ રોડ પરથી પસાર થતા હતા ત્યારે તેઓને રસ્તામાં ત્રણ અજાણ્યા ઈસમોએ પીછો કરી તેઓને કહેવા લાગેલ કે મોટર સાઈકલ બરાબર હંકારો તેમ હી ઉભી રાખતા બાઈક પર આવેલા ત્રણ ઈસમોમાંથી એકએ વૃદ્ધના ગળામાંથી સોનાની ચઈન લુંટી ભાગી છુટ્યા હતાં. જે અંગે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચની ધાડ લુંટસ્કવોર્ડની ટીમે સ્થળના સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી વર્કઆઉટ કરી ચેઈન સ્નેચરીંગ કરનાર તેઓના વતન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભાગી ગયા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ યુપીના પ્રયાગરાજ ખાતે પહોંચી હતી અને ત્યાંથી ચેઈન સ્નેચર ઈન્દ્રજીત ઉર્ફે ઈન્દ્રપાલ ફુલચંદ કુર્મી પટેલ, સચીનસિંગ રાવેન્દ્રબહાદુર સિંગ, તથા ઈન્દ્રપાલ ઉર્ફે રીન્કુ પ્યારેલાલ વિશ્વકર્માને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી સોનાની ચેઈનો તથા મોબાઈલ, મોટર સાઈકલ મળી 3 લાખ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ત્રણેયને મુદ્દમાલ સાથે સુરત લાવી ધરપડક કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.