પાંડેસરામાં Blinkitના લાડુને લઈને ચોંકાવનારી ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં Blinkitના લાડુને લઈને ચોંકાવનારી ફરિયાદ
Blinkit પરથી મંગાવ્યા લાડુ, મળ્યા વાસી-સડેલા હોવાનો આક્ષેપ
ઓનલાઈન ઓર્ડરમાં વાસી લાડુ મળ્યાનો વેપારીનો આક્ષેપ

સુરતના પાંડેસરામાં ઓનલાઈન ફૂડ ઓર્ડરને લઈને ચોંકાવનારી ફરિયાદ સામે આવી હતી. જેમાં એક વેપારીએ બ્લિન્કીટ પરથી લાડુનો ઓર્ડર કર્યો હતો. જોકે ડિલિવરી બોય ઓર્ડર લઈને પહોંચ્યો ત્યારે વેપારીને વાસી અને સડેલા લાડુ મળ્યા હોવાનો આક્ષેપ વેપારીએ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વેપારી પ્રદીપ ગુપ્તા નામના ગ્રાહકે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો પણ ઘરે પહોંચ્યા વાસી અને સડેલા લાડુ. સુરતના પાંડેસરામાં એક વેપારીએ બ્લિન્કીટ પરથી લાડુનો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બોય ઓર્ડર લઈને પહોંચ્યો ત્યારે પેકેટ ખોલતા જ વેપારી ચોંકી ઉઠ્યો હતો. લાડુ વાસી અને સડેલા હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વેપારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. અને ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ઓનલાઈન ફૂડ ડિલિવરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતાં. ગ્રાહકોને ડિલિવર થતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તંત્ર હવે તપાસ કરશે કે કેમ તે પણ સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *