વજન ઘટાડવા અને સ્કીનની સમસ્યા દૂર કરવાના નામે છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

વજન ઘટાડવા અને સ્કીનની સમસ્યા દૂર કરવાના નામે છેતરપિંડી
સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો
સાયબર ક્રાઇમ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ

વજન ઘટાડવા અને સ્કીનની સમસ્યા દૂર કરવાની દવાના નામે દેશભરની મહિલાઓને નિશાન બનાવતી છેતરપિંડીનો સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો હોય તેમ ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ કંપની સાથે જોડાયેલા મુખ્ય આરોપીઓ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો અને વજન ઘટાડવાના ખોટા વાયદા જેમાં ક્યાંક સ્કીનની દવાના નામે ઓનલાઇન પેમેન્ટ કરાવી છેતરપિંડી આચરી દેશભરની મહિલાઓને ટાર્ગેટ બનાવતા નેટવર્કનો સુરત સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં આરોપીઓ ડોક્ટર આકાશ મલ્હોત્રા તરીકે ખોટી ઓળખ આપીને મહિલાઓનો સંપર્ક કરતા હતા. સ્કીનની દવાના નામે પહેલાં 8 હજાર રૂપિયા ઓનલાઇન મંગાવતા અને ત્યારબાદ સ્કીનની દવાના બદલે વજન ઘટાડવાની દવા મોકલી વધુ 9 હજાર રૂપિયા પડાવતા હતાં. આ કેસની તપાસ દરમિયાન ગુરુગ્રામમાં આવેલી કંપનીના કોલ સેન્ટર સુધી પોલીસ પહોંચી હતી. અહીં આશરે 160 ટેલીકોલર્સ, એડવાઇઝર્સ અને કુરિયર બોય કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પોતાની કંપનીના કર્મચારીઓને જ કુરિયર બોય તરીકે અલગ-અલગ શહેરોમાં મોકલી દવાઓના પાર્સલ પહોંચાડતા અને રોકડ રકમ મેળવતા હતા. આ કેસમાં અમિત ગૌરવ, પંકજ શર્મા, રૂપેશ બત્રા, પુનીત કુમાર અને દીપક ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ સુરતની એક મહિલા સાથે 1.77 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના કેસમાં પણ આ કંપની સામે તપાસ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *