ભાવનગરમાં પ્રથમવાર સૂર્યકિરણ એર શોનું આયોજન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પ્રથમવાર સૂર્યકિરણ એર શોનું આયોજન
1 નવેમ્બરે બોરતળાવ ખાતે યોજાશે ભવ્ય એર શો
વાયુસેનાના 9 હોક જેટ વિમાનો બતાવશે હવાઈ કરતબો
બોરતળાવ ઉપર ચાર વિમાનોએ બનાવ્યું આકાશમાં દિલ
30થી 40 મિનિટ સુધી ચાલશે રોમાંચક એર શો
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ આપી માહિતી
પરિવાર સાથે એર શો નિહાળવા ભાવનગરવાસીઓને અપીલ

ભાવનગર શહેરના બોરતળાવમાં 1 નવેમ્બરને રવિવારના રોજ સવારે 9 કલાકે ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’નું આયોજન કરાયું છે.

ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ રોમાંચક શોના ભાગરૂપે વાયુસેનાના 4 વિમાનો દ્વારા આજે બોરતળાવ ઉપર આકાશમાં દિલની આકૃતિ બનાવીને સફળ રિહર્સલ કરાયું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઐતિહાસિક એર શો અંગેની વિગતો આપી હતી. 9 હોક જેટ વિમાનો આકાશમાં 40 મિનિટ કરતબો દર્શાવશે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક એમકે-132 જેટ ટ્રેનર વિમાનો 30થી 40 મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાન અને ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ રજૂ કરશે. વાયુસેનાનું આ પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત અને સાહસનું પરિચય કરાવી યુવાનોને સેનામાં જોડાવા પ્રેરિત કરશે. વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા, નાગરિકોને ઉપસ્થિત રહેવા આહવાન જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ ભાવનગરવાસીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. સાથે જ એર શો જોવા આવતાં નાગરિકોને બાળકો તથા વડીલોની સુરક્ષાનું ધ્યાન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા અને જાહેર સ્થળની સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *