ભાવનગર-સિહોર રોડપર ખાખરીયાના પાટીયા પાસે પોલીસની જીપને અકસ્માત નડ્યો
પોલીસની બોલેરો કાર સાથે અથડાતા પોલીસ જવાન સહિત ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત
ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ સરકારી બોલેરો જીપમાં સિહોર થી ભાવનગર આવી રહી હતી ત્યારે ખાખરીયા ગામના પાટિયા નજીક પાલીતાણા થી ભાવનગર આવી રહેલ કાર ચાલકે પોલીસની બોલેરો ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં bolero માં સવાર પોલીસ જવાન તથા કારમાં સવાર ત્રણ વ્યક્તિ મળી કુલ ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવો અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસ વિભાગમાં પેરોલ ફર્લોસ્ક્વોડ ટીમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ ગોગુભા ગોહિલ ઉંમર વર્ષ 33 એ કાર નંબર જીજે-33-બી-3456 ના ચાલક વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે ફરિયાદી પોલીસ કર્મચારી તથા અન્ય પોલીસ કર્મચારીઓ સરકારી બોલેરો જીપમાં સિહોર થી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે ખાખરીયા ગામના પાટિયા પાસે પાલીતાણા થી ભાવનગર આવી ગયેલ કાર્ડ નંબર જીજે 33 બી 34 56 ના ચાલકે સરકારી વાહનને ઉતાવળે ઓવરટેક કરી અચાનક બ્રેક મારતા પોલીસની બોલેરો કાર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં બોલેરો માં રહેલ પોલીસ જવાન કુલદીપ સિંહ ગોહિલ ને ઇજાઓ પહોંચી હતી તેમજ કારમાં સવાર બે મહિલા તથા એક બાળા સહિતનાઓને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે સિહોર તથા મહિલાઓને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિહોર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
